મોરબી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારતે જવાબી કાર્યવાહી કરી દીધી છે. હવે પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે આજે સાંજે 4 વાગ્યે મોકડ્રિલ યોજાનાર છે. જ્યારે 7:45થી 8:15 સુધી સુધી બ્લેકઆઉટ થવાનું હતું. પણ હવે તેમાં 15 મીનિટ ઉમેરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયુ છે કે આજે બ્લેક આઉટ-અંધારપટ સાંજે 8:30 સુઘી રાખવાનું છે. 8: 15 નાં બદલે 8:30 સુઘી રાખવાનું છે. સ્ટાર્ટ ટાઈમ યથાવત જ રાખવામાં આવ્યો છે. તમામ લોકો આ બ્લેક આઉટનો અમલ કરે તેવી ખાસ અપીલ છે.