પાકિસ્તાન ઉપર હુમલા બાદ સરકારનો આદેશ, સેના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રહેશેમોરબી : પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા ઉપર હુમલા કરવામાં આવ્યા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટ ઉપરથી આજથી આગામી તા.9 સુધી તમામ ઉડાન રદ કરી દેવામાં આવી છે. જો કે, અમદાવાદ એરપોર્ટ ઉપર વિમાનીસેવા શરૂ રાખવામાં આવી છે. જો કે, રાજકોટ, કેશોદ,કંડલા અને ભૂજ એરપોર્ટ ભારતીય સેના માટે 24 કલાક ચાલુ રાખવામાં આવ્યા છે.ગઈકાલે મધ્યરાત્રીએ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસી ઓપરેશન સિંદૂર હેઠળ ઓપરેશન હાથ ધરી 100 જેટલા આતંકીઓની સફાયો કર્યો છે. બીજીતરફ ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે તા.7 થી 9 મે સુધી રાજકોટ, કંડલા, કેશોદ અને ભુજ એરપોર્ટ પર સિવિલ ફલાઈટ ઓપરેશન બંધ કરી તમામ પેસેન્જર ફલાઇટ કેન્સલ કરી દેવામા આવી છે. આ બાબતે તમામ એરલાઇન્સ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, રાજકોટ સહિતના તમામ એરપોર્ટ ભારતીય સૈન્ય માટે 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે.