મોરબી : ગત રાત્રે મોરબી શહેર અને જિલ્લામાં તોફાની પવન અને આંધી સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે મોરબીના મહેન્દ્રનગરના મિલી પાર્કમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસા પહેલા જ સામાન્ય વરસાદમાં મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. થોડા વરસાદમાં જ મહેન્દ્રનગરના મિલી પાર્કમાં શેરીઓમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.