હાલ પીજીવીસીએલ અને કોર્પોરેશનની ટિમો ઘટના સ્થળે : પુરજોશમાં ચાલતું રીપેરીંગ કામમોરબી : મચ્છુ-2 ડેમમાં વીજ કનેક્શનમાં ક્ષતિ આવતા મોરબીના અનેક વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે. હાલ રીપેરીંગ કામ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેપ્યુટી એન્જી. પિયુષ મકવાણાના જણાવ્યા અનુસાર ગઈકાલે ભારે પવનને કારણે મચ્છુ-2 ડેમના વીજ કનેક્શનમાં ક્ષતિ આવી છે. આ મામલે પીજીવીસીએલ અને કોર્પોરેશનને જાણ કરતા તેમની ટિમો સ્થળ ઉપર દોડી આવી રીપેરીંગ કામ હાથ ધર્યું છે. આજે સાંજે 4થી 5 વાગ્યા સુધી કામ ચાલે તેવી શકયતા છે. જેને કારણે મોરબીના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. નઝરબાગ લાઈનમાં 28 MLD પાણી વિતરણ થાય છે તે ચાલુ રહેશે. જ્યારે ગૌશાળા લાઈનમાં 50 MLD પાણી વિતરણ થાય છે તે આજે બંધ રહેશે.