હળવદ પોલીસે ૮૩ હજારનાં દારૂ સહિત ૩.૩૩ લાખનો મુદ્દામાલ કબજે લીધોહળવદ : હળવદ હાઇવે પર આવેલ ત્રણ રસ્તા પાસે ધાંગધ્રા તરફથી આવતી ઇકો કારને હળવદ પોલીસે અટકાવી તલાસી લેતા કારમાંથી જુદી જુદી ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો ઇકો કાર અને બે શખ્સોને ઝડપી લઇ પોલીસ મથકે લઈ આવી ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ધાંગધ્રા ખાતે રહેતા સદ્દામભાઈ હાસમભાઈ સંધિ અને અલ્તાફભાઈ મુબારકભાઈ સંધિ બંને શખ્સો ઇકો કારમાં બોનેટના ભાગે તેમજ સીટમાં ખાના બનાવી ૮૩ બોટલ દારૂ સંઘરી ધાંગધ્રાથી મોરબી તરફ જતા હતા. ત્યારે હળવદ શહેરના ત્રણ રસ્તા નજીક પોલીસે કાર અટકાવી તપાસ કરાતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઇકો કારમાંથી મળી આવેલ ૮૩ બોટલ દારૂ કિંમત રૂપિયા ૮૩૦૧૨ તેમજ ૨.૫૦ લાખની ઇકો કાર મળી કુલ રૂપિયા ૩.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ આદરી છે. આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી કાનાણી,અજીતસિંહ સિસોદિયા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ,સાગરભાઇ કુરિયા,સંજયભાઈ લકુમ સહિતનાઓ જોડાયા હતા.