નવયુગ કોમર્સ સ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામમોરબી (પ્રમોશનલ આર્ટીકલ) : 5 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નવયુગ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે.નવયુગ સ્કૂલના વિદ્યાર્થી વેદ તુષારભાઈ બાવરવાએ 95.71 ટકા અને 99.97 પીઆર સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને સમગ્ર બોર્ડમાં ત્રીજો નંબર મેળવ્યો છે. આ સાથે જ શાળાના 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 52 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં 99થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 12 અને 95થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 અને 90 થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 53 જેટલી છે. એકંદરે ધોરણ-12 કોમર્સમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ સાથે શાળાનું પરિણામ 97.33 ટકા રહ્યું છે. આટલું ઉચ્ચ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવારે શુભેચ્છા પાઠવી છે.મહત્વનું છે કે, નવયુક કોમર્સ સ્કૂલ સતત ત્રણ વર્ષથી મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ આપતી એકમાત્ર શાળા બની છે. કોમર્સમાં સૌથી વધુ અનુભવ ધરાવતી શિક્ષકોની ટીમનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતના કારણે આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવી જિલ્લાભરમાં શાળાએ ડંકો વગાડ્યો છે.નવયુગ વિદ્યાલયશનાળા રોડ, મોરબીમો.નં. 9879097520, 9687620100