મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માળીયા ફાટક ઓવરબ્રિજ પાસેથી રેઢી હાલતમાં પડેલી જીજે - 36 -ડબ્લ્યુ - 2286 નંબરની રીક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી દેશી દારૂ ભરેલા 60 બૂંગિયા એટલે કે 300 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 60 મળી આવતા રૂપિયા 60000 હજારની ઓટો રીક્ષા સહિત 1.10લાખનો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષા નંબરને આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.