માળિયા : માળીયા મીયાણાની સીમમાં ગુલાબડી વિસ્તાર પાસેથી સિંકદરભાઇ મુસ્તાકભાઈ કાજેડીયા રહે.સરકારી હોસ્પીટલ પાસે, માળિયા વાળાને હાથ બનાવટની જામગરી બંદુક સાથે પોલીસે પકડી લઈ આ હથિયાર કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ આર.સી.ગોહિલ, પો.હેડકોન્સ એસ.જે.ઝાલા, પો.કોન્સ હરપાલસિંહ રાજપુત, રાયમલભાઇ શીયાર, જયપાલસિંહ ઝાલા, રવિભાઇ મીયાત્રા રોકાયેલ હતા.