રઝળતા પશુઓની સમસ્યા દૂર કરવા મહાપાલિકાએ જાહેર કરી માર્ગદર્શિકામોરબી : મોરબીમાં રઝળતા પશુઓની સમસ્યા દૂર કરવા મહાપાલિકા દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે પશુમાલિકોએ પશુઓ રાખી પશુના દુધના વેચાણમાં અથવા અન્ય રીતે વ્યવસાય કરવા માટે લાયસન્સ મેળવવાનું રહેશે. તથા પશુ રાખવા માટે લાયસન્સનું ફોર્મ મોરબી મહાનગરપાલિકાના પશુ રંજાડ અંકુશ વિભાગમાંથી મેળવી લાયસન્સ મેળવી લેવાનું રહેશે.વધુમાં મહાનગરપાલિકા દ્વારા જણાવાયુ છે કે પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા.૦૧ થી ૦૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૧૬ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન મંગલ ભુવન ચોક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક, જુના બસ સ્ટેન્ડ, માધાપર ઝાંપો, અંબિકા રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ હતા. પકડેલ પશુ પૈકી ૩ પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨૦૦૦/- વસુલ કરી પશુને છોડવામાં આવેલ છે.