મોરબી : ગોંડલ સંઘાણી સંપ્રદાયના મહાસતીજીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તા. 7-5-2025 ને બુધવારના રોજ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી મોરબી ખાતે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જે વડીલોની ઉંમર 75 વર્ષ કે તેથી વધુ હોય તેવા 54 જેટલા ભાઈ-બહેનોનું તેમના કુટુંબીજનો દ્વારા તિલક કરી વધાવવામાં આવશે. તેમજ સંઘ દ્વારા બહુમાન કરી રોકડ રકમથી સન્માનિત કરાશે. સંગીતના તાલે પ્રોગ્રામ યોજાશે. આ ઉપરાંત મહાસતીનું પ્રવચન રાખેલ છે. તેમજ નાના બાળકો દ્વારા આ કાર્યક્રમમાં વડીલ વંદનાનો અનુલક્ષીને નાટક રજુ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યક્તિ, તેમની સાથે રહેનાર તેમજ આ કાર્યક્રમ નિહાળવા આવનાર લોકોએ સવારે 8:45 કલાકે સ્થળ પર હાજર રહેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.