મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની શાન ગણાતા નગર દરવાજા ખાતે ઘણા સમયથી બંધ હાલતમાં પડેલા મહિલા શૌચાલયનું રીનોવેશન તથા બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શૌચાલયને પિંક ટોયલેટ (Pink Toilet) નામ આપવામાં આવ્યું છે. આ પિંક ટોયલેટ ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય સુવિધા પ્રદાન કરવા તૈયાર કરાયું છે.આ ઉપરાંત મોરબી શહેરી વિસ્તારમાં અન્ય જર્જરિત જાહેર શૌચાલયના રીનોવેશનની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. તથા તબક્કાવાર તમામ શૌચાલયનું રીનોવેશન કરવામાં આવશે જેથી નાગરિકોને વિનંતી છે કે તેઓ આ નવી સુવિધાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરે અને મોરબી શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે.