ભડિયાદ રોડ ઉપર પોલીસની કાર્યવાહી, સપ્લાયરનું નામ ખુલ્યુંમોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી કરિયાણાની દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ દુકાન સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસે દરોડા બાદ દારૂ સપ્લાયરનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભડિયાદ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં આવેલ ઉમિયા કિરણા સ્ટોર નામની દુકાનમાં વિદેશી દારૂ - બિયરનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા દુકાન માલિક આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરિયાના કબ્જામાંથી વિદેશી દારૂની 30 બોટલ કિંમત રૂપિયા 33 હજાર તેમજ બિયરના 54 ડબલા કિંમત રૂપિયા 9720 મળી 42,750નો જથ્થો મળી આવતા આરોપી ઇશ્વરભાઈની ધરપકડ કરી હતી.વધુમાં આરોપીની પૂછતાછમા બિયર અને દારૂનો આ જથ્થો આરોપી મુસ્તાક સોલંકી રહે.મોરબી વાળો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.