મોકડ્રિલમાં શુ કરવામાં આવશે ? ક્યાં સ્થળે મોકડ્રિલ થશે તે અંગેની જાહેરાત હજુ બાકીમોરબી : મોરબી જિલ્લામાં પણ આવતીકાલે યુદ્ધ અંગેની મોકડ્રિલ યોજાનાર છે. જેની તૈયારીને લઈને જિલ્લા કલેકટર કચેરીએ વિવિધ વિભાગોની બેઠક અત્યારે સાંજના સમયે યોજાઈ રહી છે.જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે યુદ્ધની સંભવતઃ પરિસ્થિતિને ધ્યાને લઇ આવતીકાલે મોરબી જિલ્લામાં મોકડ્રિલ યોજાશે. આ મોકડ્રિલ સાંજે 4 વાગ્યે યોજાશે. આ સાથે રાત્રે 7:45થી 8:15 દરમિયાન બ્લેક આઉટ એટલે કે અંધારપટ સર્જવા લોકોએ લાઈટ બંધ રાખવાની રહેશે. બીજી તરફ હાલ કલેકટરની અધ્યક્ષતામાં હાલ મોકડ્રિલની તૈયારી સંદર્ભે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં એસપી, ડીડીઓ, એડિશનલ કલેકટર સહિતના અધિકારીઓ ઉપરાંત મહાપાલિકા અનેન ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે.ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં મોકડ્રિલનું સ્થળ નક્કી કરવામાં આવશે. ઉપરાંત મોકડ્રિલમાં શુ શુ કરવાનું રહેશે તે સહિતની રૂપરેખા નક્કી કરવામાં આવશે. બીજી તરફ આવતીકાલે 4 વાગ્યે મોકડ્રિલના આયોજનની જાહેરાત તો થઈ ગઈ છે પણ મોકડ્રિલમાં શુ શુ કરવામાં આવશે તે જાહેરાતની લોકો રાહ જોઈ રહ્યા છે.