મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના ગ્રીનચોક વિસ્તારમાં ખોજાખાના પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અસરફ કરીમભાઈ રફાઈ, જુમાભાઈ સુલેમાનભાઈ રફાઈ અને આરોપી નિઝામ ફકીરમામદ રફાઈને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.