મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 6 મે ને મંગળવાર અને 7 મે ને બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી માટે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.તારીખ 6 મે ને મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રેડિયન્ટ ફીડર હેઠળના લખધીરપુર રોડ પરના રેડિયન્ટ સિરામિક, પરિશ્રમ ચેમ્બર 1/2, પટેલ ચેમ્બર, ઘનશ્યામ ચેમ્બર, સિરામિક ઝોન, નીલકંઠ એન્જિ., આશા એન્જિ., પ્રગતિ એન્જિ. વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. તારીખ 7 મે ને બુધવારના રોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી સુઝુકી ફીડર હેઠળના ત્રાજપર ચોકડીથી જુના ઘૂંટુ રોડ પરના જયંત એસ્ટેટ, ધર્મ ભક્તિ એસ્ટેટ, ધર્મ ગંગા એસ્ટેટ, ભક્તિ ચેમ્બર, સ્વાગત ચેમ્બર, પટેલ ચેમ્બર, ગુરુકૃપા એન્જિ., ચારોલા કોલ વાળી શેરી, સોનેટ સિરામિક, સનગોલ્ડ સિરામિક તથા આસપાસના વિસ્તારો અને સોરેન્ટો ફીડર હેઠળના સોરેન્ટો સિરામિક, સિલ્વરપાર્ક સોસાયટી, યોગીનગર, ઘેંટા ઉછેર કેન્દ્ર, મધુ સ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર, ચિંતન વિદ્યાલય, વિકાસ વિદ્યાલય વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.