રાજ્યના 53 તાલુકામાં 1થી 37 મીમી સુધી વરસાદ નોંધાયોમોરબી : રાજ્યમાં મે મહિનાના પ્રારંભ સાથે જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થતા સોમવારે સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ વચ્ચે રાજ્યના 53 તાલુકામાં એકથી 37 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં એક ગાંધીનગરના માણસામાં એક ઇચ તેમજ શિહોરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં હવામાનમાં આવેલ બદલાવ બાદ સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં ભાવનગરના શિહોરમાં પોણા બે ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, ગાંધીનગરના માણસામાં એક ઇંચ, નડિયાદમાં 22 મીમી, વડોદરામાં 20 મીમી, બનાસકાંઠાના દિયોદર અને આણંદના સોજીત્રામાં 19 - 19 મીમી, કપડવંજ અને વાસોમાં 16-16મીમી સહિત રાજ્યના 53 તાલુકામાં 1થી લઈ 37 મીલીમીટર સુધી વરસાદ વરસ્યો હતો.