મોરબીના યુવરાજ નાખવા Banglore FCની ટીમમાંથી બેંગકોક રમવા જશેમોરબી : સોકર સ્ટાર ફૂટબોલ એકેડમી (SSFC)માં છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરતાં મોરબીના યુવરાજ હારીશભાઈ નાખવાની ઈન્ટરનેશનલ 7-A side Football ટૂર્નામેન્ટમાં ઈન્ડિયાની ટીમમાં પસંદગી થઈ છે અને તે હવે Banglore FCની ટીમમાંથી બેંગકોક રમવા જશે જે મોરબી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના છે.મહત્વનું છે કે, મોરબીના SSFCમાં પ્રેક્ટિસ કરતાં યુવરાજ નાખવાએ તમિલનાડુના ચેન્નાઈમાં 2 મે થી 5 મે સુધી રમાયેલી YUVHA GAMES INDIAN FOOTBALL 7 LEAGUEમાં ઉત્તર પ્રદેશની ટીમમાંથી ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચમાં યુપીની ટીમે બેંગ્લોર FC સામે 3-1થી જીત મેળવી હતી. આ જીતમાં યુવરાજ નાખવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન Banglore FC ના કોચની નજર મોરબી યુવરાજ નાખવા પર પડી હતી. તેમણે યુવરાજની રમતથી પ્રભાવિત થઈને યુવરાજ અને તેના પિતાનો સંપર્ક કર્યો હતો અને સપ્ટેમ્બર મહિનામાં 7-A side Football Tournament માટે Bangalore FC ટીમ તરફથી બેંગકોક રવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આથી યુવરાજ નાખવા ભારતની ટીમ સાથે આગામી સપ્ટેમ્બર મહિનામાં થાઈલેન્ડ રમવા જશે. યુવરાજ નાખવાની ઈન્ડિયાની ટીમમાં પસંદગી થતાં તેને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે અને તે મોરબી જિલ્લાનું નામ વધુ ને વધુ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.