ટંકારા : ટંકારા નગરપાલિકા કાર્યરત થતાં ટાઉનના બે તાલુકા પંચાયતના સભ્યોની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ અને કોગ્રેસના કદાવર નેતા ચેતન રમણીકલાલ ત્રિવેદીનું સભ્ય પદ રદ્દ કરી ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 (ગુજરાત 18, 1993)ની કલમ 264 ની પેટા-કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ટંકારા તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા 16 થી ઘટાડીને 14 કરવામાં આવી છે.તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલની સદસ્યતા રદ્દ થતાં ફરી એક વાર ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે નવા ઉપપ્રમુખ માટે ફોર્મ રજૂ કરવામાં આવશે અને આવતીકાલે તાલુકા પંચાયત સદસ્યો સાથે ખાસ બેઠક બોલાવી છે જેમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે.