મોરબી : મોરબીની 'જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ-2024' વિજેતા એવી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલે HSC બોર્ડના સામાન્ય પ્રવાહના પરિણામમાં 100 ટકા પરિણામ મેળવીને 'સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ' ઉક્તિ સાર્થક કરી છે.મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 % પરિણામ આવ્યું છે. શાળાના કુલ 62 વિદ્યાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A GRADE (A1/A2) પ્રાપ્ત કરી 'સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ' ઉક્તિ સાર્થક કરી છે.. શાળાના કુલ 35.48% વિદ્યાર્થીઓને A GRADE (A1/A2)પ્રાપ્ત થયો છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને અભિનંદન આપતા શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ જણાવ્યું છે કે, સુચારું આયોજન, સમગ્ર વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસક પ્રવૃતિઓમાં 'શ્રેષ્ઠ શાળા' તરીકે ઓળખાણ ધરાવતી શાળા બોર્ડના પરિણામની બાબતમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ છે. વિશેષ ધ્યાનાકર્ષક બાબત એ છે કે શાળાના પરીક્ષા આપેલા કુલ વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગ કરતા વધુ વિદ્યાર્થીઓને A- Grade પ્રાપ્ત થયો છે.