મોરબી : તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા પીએચસી રાજપરના સબસેન્ટર શનાળા ગામે 6 મે ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સવારે 8 થી 1 દરમિયાન શક્ત શનાળાની કુમાર શાળામાં આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તો મોરબીની જનતાને તથા શનાળા ગામના લોકોને સહભાગી થવા તથા રક્તદાન કરવા વિનંતી કરવામાં આવી છે.