મોરબી : તા. 3 મેના રોજ મોરબીના ઉંચી માંડલ ખાતે આવેલા મારબીલાનો ટાઇલ્સ ખાતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં હર્ષદભાઈ આદ્રોજા રોહનભાઈ આદ્રોજા, બેચરભાઈ સોરીયા, અરવિંદભાઈ સોરીયા અને મારબીલાનો ટાઇલ્સ પરિવારે જહેમત ઉઠાવી હતી. આ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, મારબીલાનો ટાઈલ્સ પરિવાર, રક્તદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.