મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તારીખ 10 મે સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉંની આવક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોરબી યાર્ડમાં જગ્યા ટૂંકી પડતાં બહાર ખુલ્લા શેડમાં ઘઉં ઉતારવામાં આવતા હોય છે. પરંતુ કમોસમી વરસાદની આગાહીને પગલે આજે 5 મે થી 10 મે ને શનિવાર સુધી મોરબી યાર્ડમાં ઘઉંની આવક બંધ કરી દેવામાં આવી છે. જેથી કોઈપણ ખેડૂતોએ 10 મે સુધી યાર્ડમાં ઘઉં લઈને આવવા નહીં તેમ જણાવાયું છે.આ ઉપરાંત ખેડૂતોને અન્ય જણસી પણ તાલપત્રી ઢાંકીને લાવવા જાણ કરવામાં આવી છે. વેપારીઓએ પણ પોતાનો માલ શેડ ઉપર તથા ખુલ્લા ઓટા પર પડેલો હોય તો તે ઉપાડી લઈ પોતાના ગોડાઉનમાં લઈ લેવા જાણ કરવામાં આવી છે.