સ્વ. છબીલદાસ કરમશીભાઈ કોટેચાના પરિવારના સહયોગથી યોજાયો કેમ્પઅત્યાર સુધીના 44 કેમ્પમાં કુલ 12898 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયુંમોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.4-5-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 212 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 102 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ. છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 43 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 12898 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 5784 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 212 લોકોએ લાભ લીધો હતો તેમજ 102 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.