આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાશેમોરબી : ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા કાલે સોમવારે મૌન રેલી યોજી એસપીને આવેદન પાઠવવામાં આવશે.આ મામલે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જણાવાયુ છે કે ખાખરાળા ગામે સ્વ.કિશન જગદીશભાઈ કરોતરાની થયેલ નિર્મમ હત્યામાં આરોપીની હજુ સુધી ધરપકડ થયેલ નથી. જે બાબતે રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેને લઈને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવતીકાલ તા. 5ના રોજ સવારે 10 કલાકે મોરબીમાં કેસરબાગ નટરાજ ફાટક સામાંકાઠેથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન રબારી સમાજ દ્વારા નિર્દોષ યુવાનની હત્યાનાં આરોપીને કડક સજા થાય તેમજ વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પોલિસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવશે.