મોરબી : મોરબી ઉધોગની નગરી તરીકે જાણીતી છે. મોરબી કલા-સાહિત્યકારથી પણ સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડો. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગત પરનું સંશોધન ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય રહ્યું છે. તેઓના ચાર ગ્રંથો પ્રકાશિત થયા છે. બીજા ચાર ગ્રંથો પ્રકાશન છે. ત્યારે બાદ ચાર ગ્રંથો એમ કુલ બાર ગ્રંથો સ્વાધ્યાય શ્રેણી દ્વારા પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. જેમાં 'હંસ વિવેક', બત્રીસ લક્ષણું બલિદાન' અને 'ચાલો સંતો, સદગુરુના દેશમાં' ચરિત્રાત્મક ગ્રંથો પ્રકાશિત થશે. જે મોરબી જિલ્લા સાહિત્ય જગતની ગૌરવશાળી ઘટના છે. અધ્યન-અધ્યાપન સાથે ડો. ભાવેશ જેતપરિયા એંકર તરીકે, સંનિષ્ઠ અધ્યાપક તરીકે, ચૂંટણી સમયે તાલીમ આપનાર અધિકારી તરીકે, સામાજિક, ધાર્મિક અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે લગાવ રાખનાર કાર્યકરથી મોરબીમાં અજાણ નથી. ડો. ભાવેશ જેતપરિયાને મોરબી અપડેટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા છે.