હળવદ : હળવદના સુનિલનગર ખાતેથી 1 મેના રોજ કાળુભાઈ કોપેણીયા નામના વ્યક્તિ ગુમ થયા છે. ગુમ થનારના પત્ની રેખાબેન કોપેણીયાએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓ ધ્રાંગધ્રાના કોપરણી ગામે રહે છે. તેઓ તેમના પતિ સાથે 1 મેના રોજ હળવદના સુનિલનગર ગામે તેમના જેઠના દીકરાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેમના પતિ કાળુભાઈ ક્યાંક ચાલ્યા ગયા હતા. આસપાસમાં તપાસ કરતા અને સગા સંબંધીને પૂછતા તેઓ ક્યાંય મળી આવ્યા ન હતા. તેમના પતિ માનસિક બીમારીની દવા પણ લેતા હતા. તો કાળુભાઈ ઘોઘાભાઈ કોપેણીયાની ભાળ મળે તેમણે મોબાઈલ નંબર 9016241542 પર સંપર્ક કરવા જણાવાયું છે.