માળીયા ફાટક પાસે વિક્રાંત બાઈક લઈને નીકળેલા સગીરાના પિતા વિરુદ્ધ કાર્યવાહીમોરબી : આજના સમયમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ખુબ જ ઊંચું છે અને માર્ગ અકસ્માતમાં મૃત્યુના કિસ્સાઓ પણ વધી રહ્યા હોવા છતાં વાલીઓ પોતાના સગીર બાળકોને શાળાએ આવવા જવા માટે તેમજ મોજશોખ માટે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં પણ વાહન ચલાવવા આપી પોતાના બાળકો માટે તેમજ અન્યો માટે જોખમ સર્જતાં હોય મોરબી પોલીસે આવા વાલીઓ માટે લાલ આંખ કરી લાંબા સમય બાદ વાહન ચલાવતા મળી આવેલા સગીરાના વાલી વિરુદ્ધ ગુન્હો નોંધાતા અન્ય વાલીઓએ ચેતવાનો સમય આવ્યો છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન માળીયા ફાટક નજીકથી જીજે- 36 - ડી - 9237 નંબરનું બજાજ વિક્રાંત બાઈક લઈને નીકળેલા સગીરને અટકાવી લાયસન્સ કાગળો માંગતા બાઈક ચાલક સગીર હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણે સગીરમાં પિતા હરેશભાઇ દેવરાજભાઈ વામજા રહે. જાનકી એપાર્ટમેન્ટ, પ્રભુકૃપા રેસિડેન્સી, મહેન્દ્રનગર ચોકડી વાળા વિરુદ્ધ સગીર બાળકને લાયસન્સ વગર વાહન ચલાવવા આપવા બદલ મોટર વ્હિકલ એકટની કલમ 3, 4 તેમજ 180 મુજબ ગુન્હો દાખલ કરી સમાજમાં સગીર બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓને ચેતવણીરૂપ કાર્યવાહી કરી હતી.