મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રોડ ઉપર ચબૂતરા પાછળ દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી નિમેષ અશ્વિનભાઈ મીરાણી રહે.વાઘપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 2700 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા સો ઓરડી પાસે રહેતા અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમાના કહેવાથી અહીં આંકડા લઈ જુગાર રમાડતો હોવાનું કબુલતા પોલીસે અફઝલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.