મોરબી : આવતીકાલે તારીખ 5 મે ને સોમવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પોસ્ટ ઓફિસથી મહાનગરપાલિકા કચેરીએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સુધી આ સંવિધાન બચાવો યાત્રા નીકળશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની યાદીમાં જણાવાયું છે.