મોરબી : રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં માળિયા તાલુકા વિકાસ અધિકારી ભૌમિક કુમાર ચૌધરીની વિસનગરમાં તથા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયાની તાલાલા બદલી કરવામાં આવી છે. સામે કેશોદથી પાર્થ ગઢવીને હળવદ તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.