આ બે દિવસની ટીકીટ લેનાર આજે શો જોવા આવી શકશે, અથવા ટીકીટ રિટર્ન પણ કરી શકશેમોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું મહાનાટક જાણતારાજાના તા.5 અને 6ના શો વરસાદની આગાહીને કારણે કેન્સલ કરવામાં આવ્યા છે. આ બે દિવસની ટિકિટ જેને લીધેલી હોય તેઓ આજે તા.4નો શો જોઈ શકશે અથવા કૅન્સલ કરીને રૂપિયા પણ પરત લઈ શકશે.આગળ વાતાવરણ સારું હશે તે પ્રમાણે શોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવશે. આજે શો ચાલુ છે જેમણે આ ઐતિહાસિક મહાનાટક નો લાભ લેવો હોય તે આજે અવશ્ય પધારશો. તેમ યાદીમાં જણાવાયું છે.