હળવદ : હળવદના ચરાડવા ગામે 108 દ્વારા સરાહનીય કામગિરી કરવામાં આવી છે. જેમાં હળવદના ચરાડવા ગામ ખાતે 108 દ્વારા ફોન પર ડો. કૈલા સરની મદદથી 75 વર્ષના વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હતો. સમગ્ર વિગત અનુસાર તા. 3-5-2025ના રોજ સાંજે 11:29 કલાકે CHC ચરાડવા થી એક 75 વર્ષના ધનીબેન ધરમશિંગભાઈ નામના એક વૃદ્ધ માજીની તબિયત લથડતા ફોન આવ્યો હતો. આ દરમ્યાન ચરાડવા ડો. કૈલા સાહેબને ફોન કરી વૃદ્ધાની મેડિકલ ડિટેઇલ્સ આપવામાં આવી હતી. આ દરમ્યાન ડો. કૈલા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનથી EMT MER PRAVIN અને પાઇલોટ અયાજખાન ગાસુરાએ વૃદ્ધા ને સારવારમાં ઓક્સિજન અને inj hydrocort,inj lasix અને nebulization Sp02 ane BP મેન્ટન કરી વૃદ્ધાનો જીવ બચાવ્યો હતો. હાલ તેમને વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ મોરબી શિફ્ટ કરવામાં આવ્યા છે.