હળવદ : હળવદ શહેર મધ્યમાં આવેલ બ્રિલિયન્ટ પ્રાથમિક શાળાના ચાલુ વર્ષ 2025માં વાર્ષિક પરિક્ષામાં નંબર મેળવનાર તેમજ વિવિધ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો પારિતોષિક કાર્યક્રમ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હળવદ શહેર મામલતદાર શ્રી અલ્કેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે હળવદ શહેર પ્રથમ નાગરિક ફોરમ બહેન રાવલ, વૈજનાથ મંદિર પૂર્વ પ્રમુખ દિપક ભાઈ જોશી, અજયભાઈ રાવલ, હળવદ શહેર પ્રમુખ તપન દવે, રાજેન્દ્ર સિંહ રાણા, રઝાક આંબલીયા, વિશાલભાઈ રાવલ, દેવશીભાઈ દલવાડી, રમેન્દ્રભાઈ પ્રજાપતિ, જયેશભાઇ દવે, ધર્મેન્દ્ર રાવલ, પ્રતીક પાઠક, પ્રવિણ દેરાસરી, દિપક રાવલ, સંજય માલી, રાગિણીબેન રાવલ વગેરે હજાર રહ્યા હતા. શાળાના આચાર્ય નરેશભાઈ રાવલે પહેલ ગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ શાળામાં શ્રેષ્ટ પરિણામ મેળવેલ 100થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વાઇસ પ્રિન્સીપાલ ગૌરવ સોલંકીએ કર્યું હતું.