રૂ.5 લાખ સબંધના દાવે આપ્યા હતા જેની ભરપાઈ કરવા આપેલો ચેક પરત ફર્યો હતો, હવે રૂ.10 લાખ ચૂકવવાનો હુકમમોરબી : મોરબીમાં સબંધના દાવે લીધેલી રકમ ચેક સ્વરૂપે પરત આપ્યા બાદ આ ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.આ કેસની હકીકતો એવી છે કે, ફરીયાદી મોરબીના સંદીપ કાંતીલાલ ઠાકર પાસેથી રૂપીયા ૫,૦૦,૦૦૦/- ભુપતભાઈ કરૂણાશંકર ઠાકર એ સબંધ દાવે હાથ ઉછીના લીધેલ હતા. તે રકમ ચુકવણી કરવા પેટે ભુપતભાઈએ રૂપીયા ૫,૦૦,૦૦૦/- ની રકમનો ચેક સંદીપભાઈને આપેલ હતો. જે ચેક બેંકમાં જમાં કરાવતા તે ચેક રીર્ટન થયો હતો. જેથી ફરીયાદીએ ભુપતભાઈ કરૂણાશંકર ઠાકર સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૦ થી નેગોશીયેબલ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદી પક્ષથી કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેને ધ્યાને લઈને મોરબીના ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટ એ ભુપતભાઈ કરુણાશંકર ઠાકરને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- ની ડબલ રકમ એટલેકે ૧૦,૦૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે અને તે દંડ ની રકમ ફરીયાદીને આ હુકમની તારીખથી ૩૦ દિવસમાં વળતર તરીકે આરોપીએ ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષના વકીલ તરીકે યોગેશ ડી. પટેલ (સબાપરા) રોકાયેલ હતા.