મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ રાંદલ ઉત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય પદે મોરબીના પ્રખર અને વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજન અર્ચન વિધિ વિધાન કરાવ્યું હતું. આ દરમ્યાન સૌ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દર્શન, મહાપ્રસાદ, આનંદનો ગરબો, મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.