ફોરેસ્ટ વિભાગે વાવેલા હજારો વૃક્ષો પણ બળીને ખાખટંકારા : ટંકારા - કલ્યાણપર રોડ ઉપર ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ એકાદ કિમિ સુધી પ્રસરી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા- કલ્યાણપર રોડ ઉપર રોડને અડીને આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગી છે. આ આગમાં ફોરેસ્ટ વિભાગે વાવેલા હજારો વૃક્ષો ખાખ થઈ ગયા છે. આ આગ ગાયત્રી પોલીપેકથી દરગાહ સુધી પ્રસરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ રાહદારીઓના જણાવ્યા અનુસાર ટીસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ તણખા સૂકા ઘાસમાં પડતા આ આગ લાગી હતી. બીજી તરફ આ આગને કારણે મફતિયાપરા વિસ્તારમાં પણ ભય ફેલાયો હતો.