શનાળા રોડ ઉપર વિદેશી દારૂ - બિયર ભરેલી કાર સાથે એક ઝડપાયોમોરબી : મોરબી શહેર, તાલુકા તેમજ હળવદમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂ અને બિયર સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ વિદેશી દારૂની 23 બોટલ, બિયરના 36 ટીન તેમજ એક કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં એલસીબી ટીમે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીમાંથી જીજે - 03- સીઆર - 4616 નંબરની ઝેન એસ્ટીલો કારના ચાલક આરોપી મનીષ ઉર્ફે પેંગો જયકીશનભાઈ અનાવાડિયા રહે.મોરબી યાર્ડ, મૂળ રહે.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 18 બોટલ તેમજ બિયરના 36 ટીન અને કાર સહિત રૂ.1,13,500ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા આરોપી ઉદય કાઠી રહે.થાન વાળા પાસેથી દારૂ ખરીદ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સાપર ગામની સીમમાં સ્કાયટચ સિરામિક કારખાનાની મજૂરની ઓરડીમાં દરોડો પાડી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હેમતપુરા ગામના રહેવાસી આરોપી રાહુલ રમેશભાઈ મહાલીયાને વિદેશી દારૂની ત્રણ બોટલ તેમજ બિયરના બે ટીન સહિત કુલ 3288ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત વિદેશી દારૂના ત્રીજા દરોડામાં હળવદ પોલીસે આસ્થા રોડ ઉપર મેલડીમાતાજીના મંદિર પાસેથી આરોપી ખેમરાજ મન્નાલાલ ડાંગી રહે.હાલ મોરબી ચોકડી હળવદ, મૂળ રહે.રાજસ્થાન વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 930 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.