તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા સફળતા મળીમોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલ મળી આવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન રાજકોટના એક આરોપીનું નામ ખુલતા તાલુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલ કિંમત રૂપિયા 58,680 મળી આવતા આરોપી રાહુલ મહેશભાઈ ચાવડા રહે.નવી ટીંબડી તેમજ આરોપી અરમાન ઇકબાલભાઈ જુણેજા રહે.રણછોડનગર, મોરબી વાળા બનાવ સ્થળે હાજર મળી આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં બન્ને આરોપીઓની પૂછતાછમા વિદેશી દારૂનો આ જથ્થો છુપાવવા તેમજ વેચાણમાં આરોપી નઝીર રહીમભાઈ સંધી રહે.ભગવતીપરા રાજકોટ વાળાની સંડોવણી કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.