ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઘપર ઝાલા ગામના પાટિયા પાસેથી બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે - 36 - એસી - 9537 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કાર અટકાવી તલાશી લેતા આરોપી સાગર સવજીભાઈ માલકીયા રહે. ઘુનડા (ખાનપર)વાળાના કબજા વાળી કારમાંથી વિદેશી દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 12,111 મળી આવતા પોલીસે 5 હજારનો મોબાઈલ ફોન તેમજ 4 લાખની કાર સહિત 4,17,111નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.