મોરબી : મોરબીમાં બાયપાસ રોડ ઉપર તેમજ જીઆઇડીસીના નાકાથી ઉમિયા સર્કલ સુધી લાઈટો હાલ બંધ હાલતમાં છે. મહાપાલિકા દ્વારા તમામ પ્રકારનો વેરો લેવામાં આવે છે. પણ આ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોય છતાં પણ તેને રીપેર કરવામાં આવતી નથી તેવી સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ રાવ કરી છે. મહાપાલિકા તંત્ર વહેલી તકે આ લાઈટો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે.