પાણીની લાઈનના રીપેરીંગ માટે ખોદાયેલા ખાડાથી વાહન ચાલકો પરેશાનમોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રોડ ઉપર પાણીની લાઈનના રીપેરીંગ માટે ખોદાયેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. આજે એક આઇસર આ ખાડામાં ફસાયું હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાછળ આવેલ ચિત્રકૂટ સોસાઇટીમાં થોડા દિવસ પહેલા પાણીની લાઇન રીપેર કરવા માટે મેઈન રોડ પર અને અંદરની શેરીઓમાં થોડા થોડા અંતરે ખાડા કરવામાં આવ્યા હતા. આ ખાડા હાલ યથાવત હોય આજે અનાજ ડેપોનું આઈસર ખાડામાં ફસાઈ ગયુ હતું. વધુમાં આ ખાડાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ રહી છે એટલે મહાપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.