મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ 4 મે ને રવિવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી 0 થી 15 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે.4 મેના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના રવાપર રોડ પર વિશ્વકર્મા સોસાયટી ખાતે નિલકંઠ સ્કૂલ સામે હનુમાનજી મંદિર ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે. આ ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યાએ કેમ્પ ચાલે છે. પણ મોરબીમાં આ કેમ્પમાં અંદાજિત 150 બાળકો લાભ લે છે. ત્યારે મોરબીની તમામ સોસાયટીના બાળકોને આ લાભ લેવા વિનંતી કરાઈ છે. વધુ માહિતી માટે મો.નં. 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.