મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર વિજયનગરમાં રહેતા કેશવજીભાઈ પરસોત્તમભાઈ પાડલીયા ઉ.68 નામના વૃદ્ધને ઘેર છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.