ટંકારા : તાલુકાની અમરાપર પ્રાથમિક શાળાએ ધોરણ 8 CGMS પરીક્ષાના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કુલ 21 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે. એટલું જ નહીં એક વિદ્યાર્થીનીએ ગુજરાતના ટોપ 447માં પણ સ્થાન મેળવ્યું છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. CGMS પરીક્ષાના પરિણામમાં કુલ 21 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ જેમાં બાદી આલમીન ૨સુલભાઈ, ખોરજીયા અફરીન યાકુબભાઈ, શેરસીયા આઇરીન ઉસ્માનભાઈ, બાદી આલમીન ઈરફાનભાઈ, શેરસીયા અયમન ઈરફાનભાઈ, શેરસીયા શાન અલ્તાફભાઈ, બાદી માહેનુર જાવિદભાઈ, બાદી સારુકા ગુલાબજીલાની, બાદી ઉલ્ફત ફારૂકભાઈ, બાદી ઉલ્ફત અસગરભાઈએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.