મોરબી : મનો દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન ગત તારીખ 30 એપ્રિલના રોજ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં મોરબીના જય વિજયભાઈ ઓરિયાએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો છે. રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં પહોંચનાર તમાર દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવાયા છે.