પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ : આ વખતે શોભાયાત્રા તથા મહાપ્રસાદના કાર્યક્રમો રદ રખાયામોરબી: શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રેરિત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ મોરબી અને સ્વયંભૂશ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીર મહંત પરિવાર તથા શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ શ્રી આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પહેલગામના મૃતક આત્માઓને મોન પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શ્રી આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની મૂર્તિનું રાજો પ્રચાર પૂજન અને સમૂહ આરતી કરવામાં આવી હતી. દર વખતે મોરબીમાં શ્રી આદ્ય જગતગુરુશંકરાચાર્ય મહારાજજન્મ જયંતીની નીકળતી શોભાયાત્રા તથા મહાપ્રસાદના કાર્યક્રમો આ વખતે પહેલગામમાં બનેલ બનાવને અનુસંધાને રાષ્ટ્રહિતમાં બંધ રાખેલ હતા. આજના પ્રસંગે સનાતન દશ નામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી જિલ્લાના ટ્રસ્ટી અને મોરબી સમસ્ત દશ નામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબ ગીરી, ઉપપ્રમુખ હંસ ગીરીબાપુ, મહંત નિલેશ ગીરીબાપુ, સનાતન દશ નામ ગોસ્વામી મહામંડળ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન મહિપત પૂરીજી, પટેલ સમાજના આગેવાન અશોકભાઈ કડીવાર વાણંદ જ્ઞાતિના આગેવાન અનિલભાઈ વાઘેલા, ઝાલાવાડી દરજી સમાજના આગેવાન ગીરીશભાઈ મકવાણા, ગઢવી સમાજના આગેવાન વાલાભાજામંગ હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ તરફથી ખૂબ જ સાથ સહકાર મળેલ હતો. પૂજનમાં આચાર્ય અશોકભાઈ દવે ભાઈજી રહ્યા હતા.આ વેળાએ મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લીધેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.