રાજકોટ : રાજકોટના જણીતા તબીબ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ અને ગુજરાત રાજ્ય પેથોલોજિસ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્ર લાલાણીના પુત્રવધુ અને વડોદરાના સત્યમભાઈ પરીખની દીકરી ડો. પંક્તિ પરીખે કર્ણાટકની યુનિવર્સિટીમાં DM એન્ડોક્રિનોલોજીમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું છે.ડો. પંક્તિ પરીખ લાલાણીએ માર્ચ 2025માં લેવાયેલી મેડિકલની સર્વોચ્ય સુપર સ્પેશિયાલિટી પરીક્ષા DM એન્ડોક્રિનોલોજીની પરીક્ષા 71.63% સાથે કર્ણાટકની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં કર્ણાટક રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.