નાની કેનાલ રોડને મોડેલ રોડ બનાવવા, નવું જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા અને મહેન્દ્રડ્રાઈવ રોડના બ્યુટીફીકેશનના કામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂમોરબી : મોરબી મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખાએ ત્રણ મહત્વપૂર્ણ વિકાસકામોના ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધા છે. આ ત્રણેય કામોમાં એજન્સીની નિમણુંક થયા બાદ કામ શરૂ થઈ જશે. જ્યારે અન્ય એક કામમાં એજન્સીની નિમણુંક થઈ ગઈ હોવાથી હવે કામ શરૂ કરવામાં આવશે.મોરબીમાં યદુનંદન પાર્ક-શ્રી કુંજ સોસાયટી-રાજનગરથી ભગવતી હોલ(નાની કેનાલ રોડ) સી.સી.રોડ(મોડલ રોડ) બનાવવા માટે ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦૫/૨૦૨૫થી કરવામાં આવેલ છે એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે પણ ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦૫/૨૦૨૫થી કરવામાં આવેલ છે. એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં તેની પણ કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે મહેન્દ્રડ્રાઈવ રોડનું બ્યુટીફીકેશન કરવા માટે ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦૫/૨૦૨૫થી કરવામાં આવેલ છે એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાર્ષિક ભાવથી સી.સી.રોડ તથા ડામર રોડના રીસફેસીંગ કરવા પાત્ર કામો માટે ઓનલાઈન ટેન્ડર કરી એજન્સી નિમણુક કરેલ છે જેથી ટુંક સમયમાં રોડ રીસર્વેસીંગ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે.