મોરબી : રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલા આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા 2 વર્ષથી ફરાર થયેલા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બિહારના નવાદા જિલ્લામાંથી ઝડપી રાજકોટ જેલ હવાલે કર્યો છે.મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ (રહે. પ્લેટીનિયમ બ્યૂટી કંપની ક્વાટર્સ, તા. જિ. મોરબી, મૂળ રહે. જોરાવર બિધા, તા. નારદીગંજ, જિ. નવાદા, બિહાર) રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય અને હાલ પેરોલ જમ્પ કરીને બે વર્ષથી ફરાર હોય અને હાલ આ આરોપી બાધી બરડીહા ઠેકાપર ગામ તા. જિ. નવાદા (બિહાર) ખાતે હોય ત્યાંથી આરોપીને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.