મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ 16 મેના રોજ સવારના 11 કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.